ગુજરાતી અનુવાદક અને ફોરમ ઉપર ચર્ચા
Thread poster: Umang Dholabhai
Umang Dholabhai
Umang Dholabhai  Identity Verified
India
Local time: 14:29
English to Gujarati
+ ...
Mar 14, 2009

એવું કેમ લાગ્યા કરે છે કે આપણી ગુજરાતી ભાષાના અનુવાદકો ફોરમો ઉપર આવવાનું ટાળે છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતી ફોરમ શરૂ થતા પણ આટલા વર્ષો લાગ્યા. આપણી વચ્ચેના અનુભવી સાથીદારો જો પોતાના અનુભવો આ માધ્યમ દ્વારા રજુ કરે તો મને ખાત્રી છે કે ગુજરાતી ભાષાના અનુવાદોની ગુણવત્તામાં સુધારો જ નહીં પણ સાથે એક ધોરણ સ્થાપવામાં પણ મદદ મળશે.

 
Hetal Vin
Hetal Vin
India
Local time: 14:29
English to Hindi
ગુજરાતી Aug 15, 2010

આપ ની વાત સાચી છે . આપને સૌ ભેગા થઇ ને આ વિષય માં કઈ યોગદાન આપીએ તો બધા ને માર્ગદર્શન પણ મળી રહે

 
Smruti
Smruti  Identity Verified
Local time: 14:29
English to Gujarati
+ ...
ફોરમ પર વધુ સક્રિય થવાની જરૂર છે Jun 14, 2011

મારા ખ્યાલથી, અહીં આપણે બધાએ ફોરમ પર વધુ સક્રિય થવાની જરૂર છે. સામયિક ચર્ચા અને સંપર્ક વ્યવહાર વધુ વ્યાપક અને કાર્યશીલ બનાવશે.

આભાર,
સ્મૃતિ


 
Rashmi Macwan
Rashmi Macwan
India
Local time: 14:29
English to Gujarati
+ ...
ભાષાંતરની સચોટતા, સરળતા, સહજતા વધારવા Jan 31, 2013

મારા મતે આપણા ભાષાંતરની યાંત્રિકતા ઓછી કરવા માટે જો કોઈ વધારે ઉપયોગી સાધન હોય તો એ વિચારોનું વમળ જ છે. એ વમળ આપણા માટે ફોરમ છે. એકમેકના વિચારો થકી આપણું ભાષાંતર સાહજીક, સરળ અને સચોટ બનાવી શકાય �... See more
મારા મતે આપણા ભાષાંતરની યાંત્રિકતા ઓછી કરવા માટે જો કોઈ વધારે ઉપયોગી સાધન હોય તો એ વિચારોનું વમળ જ છે. એ વમળ આપણા માટે ફોરમ છે. એકમેકના વિચારો થકી આપણું ભાષાંતર સાહજીક, સરળ અને સચોટ બનાવી શકાય છે. અને આમ ભાષાંતરની ગુણવત્તા સાથે અનુવાદની ગુણવત્તામાં વધારો થઈ શકશે. પણ એ સાર્થક કરવા માટે આપણા બધાના પ્રયાસોની જરૂર પડે. એના માટે ફોરમ પર જે કોઈની દુવિધા હોય એને હલ કરવા અનુભવ ધરાવતા ભાષાંતરકારોએ અને નવા તેમ જ ઉત્સાહી અનુવાદકો અને ભાષાના જાણકારો એ સર્જનાત્મક વિચારો નિઃસંકોચ વહેવડાવવા પડે. મને આશા છે કે એમ થશે, કરીશું.Collapse


 
tejastranslator
tejastranslator
English to Gujarati
+ ...
ચર્ચા અને ફોરમ Apr 25, 2018

આપ સૌથી વાત બિલકુલ સાચી છે મિત્રો. આપણે વધુને વધુ ચર્ચા કરીશું તો તેના ઘણા ફાયદા મળી શકે તેમ છે. એક તો ચર્ચાને કારણે જ્ઞાનમાં વધારો થશે અને બીજુ એકબીજાના સંપર્કમાં રહીશું તો કામનું પણ આદાનપ્ર�... See more
આપ સૌથી વાત બિલકુલ સાચી છે મિત્રો. આપણે વધુને વધુ ચર્ચા કરીશું તો તેના ઘણા ફાયદા મળી શકે તેમ છે. એક તો ચર્ચાને કારણે જ્ઞાનમાં વધારો થશે અને બીજુ એકબીજાના સંપર્કમાં રહીશું તો કામનું પણ આદાનપ્રદાન કરી શકાશે. ઘણી વાર એવું બનતું હોય છે કે એક વ્યક્તિ પાસે ઘણું કામ હોય અથવા અન્ય કોઇ અંગત કારણોસર વ્યસ્ત હોય અને તે પોતાના રેગ્યુલર ક્લાયન્ટને ના કહી શકે તેમ તેવી સ્થિતીમાં પણ ન હોય ત્યારે એકબીજાનો સંપર્ક હોય તો મદદરૂપ થઇ શકાય.
હું, તેજસ પંચાલ અમદાવાદનો વતની છું અને છેલ્લા 10 વર્ષથી પાર્ટ-ટાઇમ ભાષાંતરની કામગીરી કરૂ છું. મારા વર્તુળમાં હિન્દી, મરાઠી અને અન્ય ભાષાના પણ ભાષાંતરકારો છે. આથી કોઇ પણ કામગીરી માટે મને મારા મોબાઇલ નંબર 9099954988 અને 9904386664 પર તથા ઇમેલ [email protected] પર સંપર્ક કરી શકો છો.

અન્ય સભ્યોને પણ પોતાની કામગીરી અને સંપર્ક શેર કરવા વિનંતી.

તેજસ
Collapse


 


There is no moderator assigned specifically to this forum.
To report site rules violations or get help, please contact site staff »


ગુજરાતી અનુવાદક અને ફોરમ ઉપર ચર્ચા






Trados Business Manager Lite
Create customer quotes and invoices from within Trados Studio

Trados Business Manager Lite helps to simplify and speed up some of the daily tasks, such as invoicing and reporting, associated with running your freelance translation business.

More info »
CafeTran Espresso
You've never met a CAT tool this clever!

Translate faster & easier, using a sophisticated CAT tool built by a translator / developer. Accept jobs from clients who use Trados, MemoQ, Wordfast & major CAT tools. Download and start using CafeTran Espresso -- for free

Buy now! »